Gujarat Top Stories

અમદાવાદના આંગણે ટેલેન્ટની તલાશમાં આવી ગયો છે “સિતારે હમ ઝમીન કે રીયાલિટી શો”: એક્ટિંગ, સિંગિગ, ડાન્સિંગ અને મોડલિંગ ક્ષેત્રે જે લોકો કરીયર બનાવવા માંગે છે તેમના માટે ફિલ્મમાં કામ કરવાની સુવર્ણ તક સામેથી આવી

અમદાવાદ 9 ઓક્ટોબર : ઘણા લોકો પાસે ટેલેન્ટ હોય છે પરંતુ આ ટેલેન્ટને યોગ્ય પ્લેટફોર્મ ના મળતા તેઓ મુંઝાઈ જાય છે ત્યારે તેમનુું અંદરનું ટેલેન્ટ પણ મરી જાય છે પરંતુ આ ટેલેન્ટને બહાર લાવવાનું કામ “યુએસએ ફિલ્મ”, “સિતારે હમ ઝમીન કે” દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તે રીયાલિટી શો હવે તમારા શહેરમાં આવી ગયો છે. સિતારે હમ ઝમીન કેના પ્રોડ્યુસર શાહનવાઝ ખાન કે જેમણે ગુજરાતમાં એક્ટિંગ, મોડલિંગ, સિંગિગ અને ડાન્સિંગની અદભૂત કલાને જોઈ છે. ત્યારે તેને શોકેસ કરવાનો નિર્ધાર તેમણે કર્યો છે.


“સિતારે હમ ઝમીન કે” રીયાલિટી શો ડિજિટલ પ્લેટફોર્મ પર રીલીઝ થશે. જેમાં 4 સેલિબ્રિટી મેન્ટોર, 4 જજિસ સામેલ હશે જેઓ ટેલેન્ટને તરાશવાનું કામ કરશે. જેઓ આ ફિલ્ડમાં કરીયર બનાવવા માંગે છે તેવા ટેલેન્ટેડ કન્ટેસ્ટન્ટને એક જગ્યાએ બોલાવી એક કોન્ટેસ્ટ રાખવામાં આવશે અને ગ્રુમિંગ સેશન તેમનું યોજવામાં આવશે ત્યાર બાદ વીડિયો શૂટિંગ કરાશે. સામેલ થયેલા કન્ટેસ્ટન્ટને સ્ટેજ પર પરફોર્મ કરવાનું રહેશે.


રીયાલિટી શોમાં સામેલ થનારા કન્ટેસ્ટન્ટ માટે સૌથી મોટા ખુશીના સમાચારા એ છે કે, જે વિનર હશે તેને અપકમિંગ ફિલ્મમાં ચાન્સ આપવામાં આવશે. ડાન્સરને કોરીયોગ્રાફર તરીકે ચાન્સ મળશે. વિનર બનેલા સિંગરને સિંગીગનો ડાયરેક્ટ ફિલ્મમાં મોકો મળશે તથા એકટરને કેરેક્ટર રોલ પ્લે કરવાનો મોકો મળશે દરેક માટે આ સપનું હોય છે જે આ રીયાલિટી શો થકી સાર્થક બનશે.


ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં જેટલા પણ રીયાલિટી શો આવ્યા છે તેમાં વિજેતાને પ્રાઈઝ આપવામાં આવે છે પરંતુ “સિતારે હમ ઝમીન કે” એક એવો રીયાલિટી શો છે કે જેમાંથી વિજેતાઓને પ્રાઈઝની સાથે સાથે ડાયરેક્ટ હિન્દી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે. આમ “સિતારે હમ ઝમીન કે”નો આ જ ઉદ્દેશ્ય છે કે, ખરા અર્થમાં જેની પાસે ટેલેન્ટ છે તેને નિખરવાનો મોકો મળે. અમદાવાદમાં પણ અનેક યુવાનો આ રીયાલિટી શોમાં ભાગ લેવા માટે થનગની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.